Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : કબીર ટેકરીમાં રહેણાંક મકાનમાંથી વ્હિસ્કીની બોટલો સાથે એક ઝડપાયો, એકની...

મોરબી : કબીર ટેકરીમાં રહેણાંક મકાનમાંથી વ્હિસ્કીની બોટલો સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે ગઈકાલે મોરબીની કબીર ટેકરી શેરી નં. ૬માં આરોપી અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમભાઈ મકરાણીએ પોતાના રહેણાંક મકાનમાં વ્હિસ્કીની બોટલો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી સ્થળ પરથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની કંપની શીલ પેક બોટલો નંગ ૨૯ કિં.રૂ.૨૩૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૧ કિં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૨૪૨૮૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી અલ્લારખા ઉર્ફે ઘોઘો કાસમભાઈ મકરાણીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કેસમાં આરોપી અરવિંદ દાદુભાઈ ગઢવી (રહે. મોરબી વજેપર શેરી નં. ૪) વાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!