મોરબી એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી રોકડા રૂ. ૧,૬૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ રૂ. ૪,૪૮,૦૦૦/- ના મુદામાલ સાથે ૯ ઈસમોને ઝડપી પાડ્યા
મોરબી જીલ્લા પોલીસ વડા સુમોધ ઓડેદરાના માર્ગદર્શન તેમજ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચનાથી આજરોજ પીએસઆઈ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં સીમાડાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં આરોપી રાજેશભાઇ ગણેશભાઇ જેઠલોજા (રહે. શિવપુર તા.હળવદ જી.મોરબી) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવતો હોય જે રેઇડ દરમ્યાન સ્થળ પરથી આરોપીઓ રાજેશભાઇ ગણેશભ જેઠલોજા, માંડણભાઇ ભોજાભાઇ સીણોજીયા, નારણભાઇ શિવાભાઇ ફુલતરીયા, મુકેશભાઇ બચુભાઇ દેસાઇ, જયેશભાઇ હરજીવનભાઇ ધોરીયાણી, અમીતભાઇ જેરામભાઇ અઘારા, રજનીકાંતભાઇ શિવલાલભાઇ ધોરીયાણી, ભરતભાઇ પ્રભાતભાઇ રાઠોડ, હીતેશભાઇ મનસુખભાઇ ઠોરીયા વાળાઓને રોકડ રૂપીયા રૂ.૧,૬૨,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૩૬૦૦૦/- , ફોર વ્હીલ કાર-૧ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એએસઆઈ રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ ફુગસીયા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા,સતિષભાઇ કાંજીયા વિગેરે જોડાયેલ હતા.