મોરબીના વીભાગીય ડીવાયએસપી રાધિકા ભારાઈનો આજે જન્મદિવસ છે મહિલા સશાસક્તિ કરણ માટે ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી પુરુષ સમોવડી સ્ત્રીના સૂત્રને ડીવાયએસપી બનીને રાધિકા ભારાઈ એ સાર્થક કરી દીધું છે.ગુજરાત ગૌણ પસંદગી સેવા ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પહેલા રાધિકા ભારાઈ અનેક ચડાવ ઉતારનો સામનો કરી ચુક્યા છે જો કે આવા સમયે પણ તેઓએ પોતાના ધ્યેય ને જરા પણ ધ્યાન બહાર કર્યું ન હતું અને જીપીએસસી ની પરીક્ષા પાસ કરી ડીવાયએસપી બન્યા હતાં કચ્છ સહિતના જુદા જુદા જીલ્લાઓમાં પ્રસંશનીય પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી હાલ તેઓ મોરબીના વિભાગીય ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે મિતભાશી અને કામ પ્રત્યે પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાથી તેઓ ટેવાયેલા છે પોલીસ પરિવારની કોઈ પણ મુસીબતમાં તેઓ પૂરો સાથ સહકાર આપી બનતી મદદ કરે છે ત્યારે આજે તેઓ ના જન્મદિવસ પર આગામી સમયમાં ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.