મોરબી મચ્છુ જળ હોનારતની આજે 42મી વરસી છે ત્યારે મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે વિદ્વાન ભુદેવોએ પિંડ શ્રાદ્ધ-શાંતિ યજ્ઞ યોજી જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીના સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિર શંકરઆશ્રમ ખાતે આજે મચ્છુ જળ હોનારતની 42મી વરસીએ દિવંગતોના આત્માની શાંતિ અર્થે તેમજ હાલની કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વનું અયોગ્ય સુખમય બની રહે તે માટે પિંડ શ્રાદ્ધ અને શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા, રોહિતભાઈ પંડ્યા, રાજેન્દ્રભાઈ પંડ્યા, દુર્ગેશભાઈ પંડ્યા, હર્ષિતભાઈ પંડ્યા, અલ્પેશભાઈ, વિમલભાઈ સહિતના વિદ્વાન ભુદેવોએ પિંડ શ્રાદ્ધ કરી તેમજ શાંતિ યજ્ઞ યોજી જળ હોનારતના દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેના મુખ્ય યજમાન પદે સંજયભાઈ તુલસીયાણીએ કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વનાં લોકોને સારૂં આરોગ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.