મોરબીમાં વ્યાજે લીધેલ નાણાં ચૂકવી દીધાં બાદ પણ વ્યાજખોરોએ બળજબરીથી કોરા ચેકમાં સહી કરાવી માર મારવાની ઘટનામાં 11 શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી.આ પ્રકરણમાં પોલીસે એક વ્યાજખોરને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કરાયો હતો.
મોરબીના ફર્નિચરના વેપારી ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયાએ ૧૧ આરોપી વિરુધ્ધ વ્યાજે આપેલ રૂપિયાની ચુકવણી કરવા છતાં કોરા ચેકમાં સહી કરાવી માર માંર્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી .જેના આધારે પોલીસે આ કેસમાં પોલીસે વ્યાજખોર ટીન્કુભાઇ મનોજભાઇ જેસીંગાણીને ઝડપી લઈ મેજિસ્ટ્રેટ સમક્ષ 5 દિવસના રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલ આરોપીના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ સમય પુર્ણ થતા ફરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો. જેના આધારે આરોપીને જેલ હવાલે કર્યો હતો