Wednesday, October 30, 2024
HomeNewsBirthdayમોરબીના નિવૃત એએસઆઈ મુકુંદરાય જોશીનો આજે જન્મદિવસ

મોરબીના નિવૃત એએસઆઈ મુકુંદરાય જોશીનો આજે જન્મદિવસ

નિવૃત ASI એમ પી જોશી પોલીસકર્મીઓ અને પોલીસ અધિકરીઓને ફરજ દરમ્યાન પડતી હાલાકી તેમજ ફરજ અને પરિવાર વચ્ચે શુ ગુમાવે છે તેની તકલીફ પર પુસ્તક પણ લખશે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા,એ ડિવિઝન,માળિયા મિયાણાં, વાંકાનેર સિટી,કંટ્રોલ રૂમ,વાંકાનેર તાલુકા તેમજ મોરબી અને ધોરાજી ખાતે પોલિસમથકોમાં ડી સ્ટાફ સહિતના વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને સ્વભાવે સ્પષ્ટ વક્તા લોકોની સેવા કરવા હરહમેંશા તત્પર રહેતાં મુકુંદરાય પ્રેમશંકર જોશી નો આજે ૫૯મો જન્મદિવસ છે તેઓનો જન્મ ૧૦-૦૯-૧૯૬૧ના રોજ માળીયા મિયાણા ના ખાખરેચી ગામે થયો હતો નાનપણથી જ મહેનતુ અને જીવનના અસંખ્ય ચડાવ ઉતાર જોઈને પોલીસ ખાતામાં નોકરી મેળવી અને સત્ય માટે હંમેશા લડતા રહ્યા હતા મુકુંદરાય જોશી વર્ષ ૨૦૧૯ના મહિના મા વયમર્યાદા ના લીધે નિવૃત પણ થયા હતા આજે નિવૃત એએસઆઈ એમ પી જોશી ૫૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેઓના જન્મદિવસ હોય તેના મિત્ર વર્તુળ માંથી ઠેર ઠેર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે નિવૃત પોલીસકર્મી દ્વારા પોલીસકર્મીઓને ફરજ દરમ્યાન લોકો અને બુટલેગરો દ્વારા પડતી તકલીફો માટે એન્જીઓ શરૂ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે ત્યારે પોલીસપરિવાર અને ત્યારે નિવૃત પોલીસકર્મી ASI મુકુંદરાય જોશી પોલીસકર્મીઓ અને અધિકારીઓને ફરજ દરમિયાન પડતી તકલીફો અને મુસબીતોના મર્મ સ્પષ્ટ કરતું પુસ્તક પણ લખી રહ્યા છે સાથે જ આ પુસ્તક પોલીસકર્મીઓ -અધિકારીઓને પડતી હાલાકી ને લોકો સુધી પહોંચાડશે અને પોલીસ અને તેની કામગીરીનું મહત્વની સમજણ આપશે જે પોલીસ અધિકરીઓ અને પરિવાર માટે અતિ મહત્વનું સાબિત થશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!