ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે કબજો કરતા મોરબીના શખ્સ સામે લેન્ડગ્રેબિંગ કાયદા તળે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વિગત મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સરકારી ખરાબાનાં સ.નં.૩૯૬ પૈકી ૩૦/પૈકી ૧ ની જમીન ૨૦૨૩-૦૦ ચો.મી. વાળી જમીન હડપ કરી જવાના ઇરાદે રમેશ બધાભાઇ રબારી રહે. એમ-૫૫/૩૧૦, ન્યુ.ગુ.હા.બોર્ડ,શનાળા રોડ,મોરબી વાળા શખ્સે ગેરકાયદે કબજો કરતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી કરી છે.