Wednesday, October 30, 2024
HomeGujaratભરતનગર આઈટીઆઈમાંથી ૪૮ હજારના સાધનોની ચોરી

ભરતનગર આઈટીઆઈમાંથી ૪૮ હજારના સાધનોની ચોરી

મોરબી – માળીયા નેશનલ હાઇવે પર આવેલ ભરતનગર ગામના આઈટીઆઈ વર્કશોપમાંથી અજાણ્યો ઈસમ ૪૮ હજારના સાધનો ચોરી કરી ગયા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ચોરીના બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી – માળીયા નેશનલ હાઇવે પર આવેલ ભરતનગર ખાતેના સંકટ નિવારણ કલા ભવન નામની આઇ.ટી.આઇ સંસ્થામા સ્ટોર રૂમ તેમજ ફીટર અને ટર્નર ટ્રેડ રૂમના તાળા તોડી કોઈ અજણ્યો ઘુસી ગયો હતો. સંસ્થાના વિવિધ વિભાગોમાં ખાંખાખોળા કરી ચોર અલગ અલગ ચીજ વસ્તુઓ તેમજ સાધનો મળી કુલ કિ.રૂ-૪૮૦૦૦/- ની ચોરી કરી ગયા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!