Monday, November 25, 2024
HomeGujaratમોરબીનાં ટિબડીના પાટિયા નજીક થયેલ અકસ્માતમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબીનાં ટિબડીના પાટિયા નજીક થયેલ અકસ્માતમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ટિબડીના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત મામલે કાર ચાલક આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત (ટ્રાન્સપોર્ટર) સામે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ટિબડીના પાટિયા નજીક સ્વીફ્ટ કાર GJ 36 F 1059 ના ચાલક બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલક આનંદસિંહે પોતાની સ્વીફટ કાર પુર ઝડપે ચલાવી કાબુ ગુમાવી દેતા ટ્રેલર પાછળ કાર ધુસી ગઈ હતી. ટ્રેલર પાછળ કાર ધુસી જતા પાંચના થયા હતા. જેમાં કાર ચાલક આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત, તારાચંદ્ર તેજપાલ બરાલા, અશોક કાનારામ બીરડા, વિજેન્દ્રસિંહ રતનસિંહ શેખાવત, દિનેશ ઉર્ફે રાજેશભાઈ ભવરલાલ જાટ સહિત પાંચના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ એમ આર ગોઢાણીયા, મોરબી તાલુકા પોલીસ ટિમના પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત (ટ્રાન્સપોર્ટર) સામે ફરિયાદ નોંધાઈ છે.અકસ્માત મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!