મોરબી જિલ્લાના ઊંચી માંડલ ગામે કારખાનાની સીડી પરથી પડી જતા બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના ઊંચી માંડલ ગામે સીરામીક કારખાનાની સીડી ઉપરથી પડી જતા મીતલબેન ભરતભાઈ કોળી (ઉ.વ. ૯) રહે. ઉંચી માંડલને ગંભીર ઇજા થવા પામી હતી. જેથી સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હોવનું ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું.