Monday, November 25, 2024
HomeGujaratકૌશલ્ય સાથે શિક્ષણના અભિગમથી યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજ્ગારક્ષમ બનશે : બ્રિજેશ મેરજા

કૌશલ્ય સાથે શિક્ષણના અભિગમથી યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજ્ગારક્ષમ બનશે : બ્રિજેશ મેરજા

વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આજે વિધાનસભામાં ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ સર્વાનુમતે પસાર કરાયું હતું. આ તકે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ ”કૌશલ્ય સાથે શિક્ષણ” ના અભિગમથી રાજયના યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજ્ગારક્ષમ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

આજે વિધાનસભા ખાતે ’કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ રજૂ કરતા મંત્રી, બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે.આવનાર સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મૂડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનશે. વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેક્ટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુરૂપ કુશળ માનવબળની જરૂરીયાત દિવસે દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર કરવા માટે ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટીની જરૂરીયાત ઉભી થઈ છે.

બ્રિજેશભાઈએ વધુમા જણાવ્યું હતું કે રાજયની સ્કીલ ઈકોસિસ્ટમને વધુ સુદ્ઢ કરવાના પ્રયાસો અમે હાથ ધર્યા છે. એટલા માટે જ આ વિધેયક લઇને અમે આવ્યા છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ, સ્કીલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે ભારતમાં ૪૦ કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારીત કરેલ છે. દેશના આ મિશનના ઉદ્દેશને સાકાર કરવા રાજયના યુવાધનને કૌશલ્ય બધ્ધ કરવા મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના યુવાધનને “કૌશલ્ય સાથે શિક્ષણ” અને “દરેક યુવાનને કૌશલ્ય” મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે “કૌશલ્યા” સ્કીલ યુનિવર્સીટીની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે

‘કૌશલ્યા’ સ્કીલ યુનિવર્સીટી વર્ટીકલ મોબીલીટીના માધ્યમથી સ્કીલ ડેવલપમેન્ટને ઉચ્ચ શિક્ષણ સાથે જોડાણ કરવામાં એક સેતુનું કામ કરશે. “કૌશલ્ય સાથે શિક્ષણ” ના અભિગમથી રાજયના યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજ્ગારક્ષમ બનશે.

શ્રમ અને રોજગાર મંત્રી, બ્રિજેશ મેરજાએ કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર થાય તે માટે ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયકને રજુ કર્યં હતું.

શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગોમાં નિરંતર બદલાતી ટેકનોલોજીને અનુરૂપ સ્કીલ ડેવલપમેન્ટના ઉત્પાદન તેમજ સર્વિસક્ષેત્રે નવીનત્તમ અભ્યાસક્રમો બનાવી ઉદ્યોગગૃહોની અગામી સમયમાં કુશળ માનવબળની જરૂરિયાતને પૂર્ણ કરશે અને જે માટે સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે જરૂરી રીસર્ચ કરી દેશના પ્રાથમિક, માધ્યમિક અને સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલ ઉદ્યોગના ઉભરતા વિસ્તારો ઓળખી આગામી સમયમાં સ્કીલની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવામાં આવશે. જે અનુસંધાને ‘કૌશલ્યા’સ્કીલ યુનિવર્સીટી વિધેયક, ૨૦૨૧ વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!