Monday, November 25, 2024
HomeGujaratબગથળા બિલીયા ગામે દુકાનમાં તસ્કરો ત્રાટકયા: તેલ, સિગારેટ, રોકડ સહિત 40 હજારનો...

બગથળા બિલીયા ગામે દુકાનમાં તસ્કરો ત્રાટકયા: તેલ, સિગારેટ, રોકડ સહિત 40 હજારનો મુદ્દામાલ ઉસેડી ગયા

મોરબી તાલુકાના બગથળા બિલીયા ગામેં આવેલ કરીયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી તેલની બોટલ, સિગારેટના પેકેટ સહિત 40 હજારનો મુદ્દામાલ ઉસેડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

બગથળા બિલીયા ગામેં આવેલ શન માર્ક પોલીપેક એલ.એલ.પી.કંપનીમા, રવરાય પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાનમા ગત તા. 9 ના રોજ તસ્કરો ત્રાટકયા હતા. શટરના તાળા તોડી દુકાનમાં ત્રાટકેલા શખ્સોએ 20 નંગ તેલની મોટી બોટલ, 30 નંગ નાની બોટલ અલગ-અલગ બ્રાંડની સિગરેટ, રૂપિયાના સિક્કા કિ.૧૫૦૦ સહિત કુલ ૪૦,૩૫૦નો સમાન ચોરી ગયા અંગેની મોરબી તાલુકા પોલીસ મથકમાં સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!