મોરબીના શકત શનાળા ખાતે પટેલ સમાજ વાડીમાં મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, અને જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સ્વાગત પ્રવચન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબીના સચિવ આર.કે.પંડયાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. વધુમાં અધિક કલેકટર એન.કે.મુછારના તથા અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન એડીશનલ ડીસ્ટ્રીકટ જજ અને સ્પેશીયલ પોકસો કોર્ટના જજ એમ.કે.ઉપાધ્યાયએ કર્યું હતું.આ કાર્યક્રમમાં પ્રિન્સીપલ સીનીયર સીવીલ જજ વાય.એન.પટેલ, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.એન.વોરા, એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પી.બી.નાયક અને વી.એલ.પરદેશી તેમજ સીવીલ જજ એન.સી.જાધવ અને ,એડિશનલ સિવિલ જજ કુમારી ચુનોતી તેમજ મહીલા પોલીસ સ્ટેશન પીઆઇ વી.એલ.સાકરીયા,પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા સહીતના અધિકારીઓ તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ ડી.આર.અગેચણીયા અને સેક્રેટરી એમ.એચ.દવે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સરકારના જુદા જુદા ૧૦ વિભાગો દ્વારા કુલ ૧૪૬૯ લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ તથા જરુરી કાનુની સલાહ પુરી પાડવામાં આવી હતી. તેમજ પોકસો કલમ હેઠળ ગુનામાં ભોગ બનનારને સ્થળ ઉપર કુલ રકમ રુપીયા ૯૮,૬૨,૫૦૦સહાય ચુકવવામાં આવી હતી.