મોરબીના રેલ્વેકોલોની સુરજબાગ નજીક રહેતા અને રેલવે સ્ટેશન રોડ પર ભુદેવ પાનની દુકાન ધરાવતા વેપારીએ દુકાન નજીક ફટકડાનો સ્ટોલ ઉભો કર્યો હતો જે બાબતે બે પક્ષે ધબધબાટી બોલી જતા આ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર દિપભાઇ અંબીકાપ્રસાદભાઇ પંડયા (ઉ.વ.૨૯)એ પોતાની ભુદેવ પાનની દુકાન પાસે ફટકડાનો સ્ટોલ રાખેલ હતો જે આરોપી દેવીસિહ સંગ્રામસિહ જાડેજા, અનોપસિહ જોરૂભા જાડેજા, પ્રવીણસિહ તથા તેમનો દિકરો સહિતનાઓને ન ગમતા તેમણે દીપભાઈ સાથે માથાકુટ કરી ગાળો બોલી તથા સાહેદને હાથમાં લાકડીના ધા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. વધુમાં બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતા દીપ ભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સમાપક્ષે અનોપસિહ જોરૂભા જાડેજાએ દિપભાઇ તેમજ તેના કાકા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓએ પોતાની કેબીનને નડતરરૂપ થાય તે રીતે ફટાકડાના ટેબલ ગોઠવ્યું હોવાથી ટેબલ સાઇડમાં રાખવાનું કહેતા આરોપીઓએ બેફામ વાણી વિલાસ આચરી માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.