આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કાનુની સેવા સમિતિના લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે “ કાનુની જાગુતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જેલમાં રહેલા બંદિવાનોને મફ્ત કાનુની સહાય કોને મળી શકે ?,ક્યા પ્રકારના કેસોમાં કાનુની સહાય મળી શકે?, કાનુની સહાયમાં કેવા પ્રકારની સહાય મળી શકે ? તે સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપી બ્રોસરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.