મોરબીમાં ઇંડાની લારી નજીક ફટાકડા ફોડતા ત્રણ શખસોને ફટાકડા દુર ફોડવાનુ કહેતા લારી ધારક પર પાઈપ વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મોરબીમા લીલાપર રોડ પર આવેલા સરકારી કવાટૅસમા રહેતા અને કવાટૅસ નજીક ઇંડાની લારી રાખી ધંધો કરતા રફીકશા હબીબશા શાહમદાર પોતાની લારી પર હતા તે દરમ્યાન ત્રણ શખસો ત્યાં ફટાકડા ફોડતા હતા. જેથી તેમના દિકરા સાજીદે ફટાકડા દુર ફોડવાનુ કહેતા આફતાબ હાજીભાઈ, રમજાન અને અકબરે ફરિયાદી રફીકશાને લોખંડના પાઈપ વડે માથાના ભાગે ઈજા પહોંચાડી તેની પત્નીને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.