Monday, November 25, 2024
HomeGujaratસોખડા પાટિયા નજીક છરીની અણીએ લૂંટ : બે શખ્સોએ કારચાલક પર છરી...

સોખડા પાટિયા નજીક છરીની અણીએ લૂંટ : બે શખ્સોએ કારચાલક પર છરી વડે હુમલો કરી 6.15 લાખની લૂંટ ચલાવી

મોરબી માળિયા હાઈવે પર આવેલ સોખડા પાટિયા નજીક છરીની અણીએ કાર ચાલકને લુંટી લેવાયાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે બે શખ્સોએ છરી વડે હુમલો કરીને આશરે 6.15 લાખની લૂંટના ગુન્હાને અંજામ આપ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ આદરી છે.

- Advertisement -
- Advertisement -

કચ્છના નખત્રાણાથી ગોંડલ તરફ રોકડ રકમ લઈ જતા એક કાર ચાલક ગોંડલ પૈસા આપવા માટે જતો હતો આ દરમિયાન મોરબીના સોખડા પાટિયા નજીક પિતૃકૃપા હોટલ પાસે બે શખ્સોએ કાર ચાલક પર છરી વડે હુમલો કરીને લુંટ ચલાવી હતી. કાર ચાલક પાસે રહેલ રૂપિયા ૬.૧૫ લાખની લૂંટ થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એમ.આર. ગોઢાણીયા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી હતી.બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!