Monday, November 25, 2024
HomeGujaratમોરબી જિલ્લાના પ્રજા પ્રતિનિધિઓની રજુઆત સાંભળી મંત્રી મેરજા દ્વારા પ્રશ્નના નિવેડા માટે...

મોરબી જિલ્લાના પ્રજા પ્રતિનિધિઓની રજુઆત સાંભળી મંત્રી મેરજા દ્વારા પ્રશ્નના નિવેડા માટે અધિકારીઓને કરાયું સૂચન

મોરબી જિલ્લાના લોકોની સમસ્યા ઉકેલવા અને વિકાસ કર્યો પ્રત્યે સતત જાગૃત રહેતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેઓની રજૂઆત સાંભળી અને સમસ્યાનો યોગ્ય નિવેડો લાવવા માટે અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -
- Advertisement -

શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે શુક્રવારના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સાહિતનાઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ, યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ તકે મંત્રી બ્રિજેશભાઈ પ્રજાના પ્રતિનિધિઓ અને અરજદારોની રજૂઆતો સાંભળી હતી જે રજુઆત દરમિયાન રજૂ કરવામાં આવેલ પ્રશ્નો, સમસ્યા અંગે પણ ચર્ચા હાથ ધરીને તાત્કાલિક સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના યોગ્ય અને હકારાત્મક નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!