Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાના હેતુથી પરિષદ કી પાઠશાળાનો શુભારંભ...

મોરબીમાં એબીવીપી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવાના હેતુથી પરિષદ કી પાઠશાળાનો શુભારંભ કરાયો

બિરસા મુંડાજીની જન્મજયંતી જનજાતિ ગૌરવ દિવસ નિમિતે મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે હેતુથી પરિષદ કી પાઠશાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

શિક્ષણએ સાંપ્રત સમયની મોટી માંગ છે. પરંતુ મોંઘવારી અને મર્યાદિત આવક ઉપરાંત કોરોના મહામારીથી અસંખ્ય પરિવાર ગરીબી રેખા નીચે આવી ગયા છે. અનેક ગરીબ પરિવાર પોતાના બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં અસમર્થ છે. ત્યારે શિક્ષણ દાનનો અનોખો યજ્ઞ શરૂ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પરિષદ કી પાઠશાળા શરૂ કરવામાં આવી છે.જેમાં ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મોરબીના દલવાડી સર્કલ સ્થિત વસ્તીમાં આ શુભ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

એક કલાક રાષ્ટ્ર માટે આગામી સમય માં પણ દર રવિવારે આ કાર્ય શરૂ રહેશે. આ પાઠશાળા અંતર્ગત કોઈ પણ વ્યક્તિએ યથાશક્તિ યોગદાન આપવું હોય તો 8306914014, 8238138566 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!