રવિવારે ATS અને સ્થાનિક SOG દ્વારા ઝીંઝુડા ગામમાં રેડ કરી ને 118 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું જેની બજાર કિંમત 593 કરોડ 25 લાખ જેવી થાય છે અને ATS અને SOG દ્વારા સતત 24 કલાક ના ઓપરેશન બાદ ગઈકાલે રાત્રે આરોપી ને મુદ્દામાલ સાથે મોરબી લાવવામાં આવ્યા હતા .અને આજે પકડાયેલા ત્રણે આરોપી શમસુદીન ,ગુલામ હુસેન અને મુખ્તાર ઉર્ફે જબ્બાર ને મોરબી એનડીપીએસ કોર્ટ માં રજુ કરવામાં આવ્યા હતા.
અને પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે ઝીઝુડા નો આરોપી શમસુદીન જે દોરા ધાગા અને તાંત્રિક કામ કરે છે તેને ખબર હતી કે આ હેરોઇન ડ્રગ્સ છે અને શમસુદીન સાથે સોદો થયો હતો કે એક અઠવાડિયા સુધી માલ રાખવાના 5 લાખ રૂપિયા સમસુદીન ને આપવામાં આવશે.શમસુદીન અને જબ્બાર એક બીજા ને છેલ્લા 7 વર્ષ થી ઓળખે છે અને જબ્બાર એ શમસુદીન ની પત્ની ને બહેન બનાવી છે.અને પાકિસ્તાન થી માલ મંગાવનાર એક શખ્સ ઈશા રાવ જોડિયા વાળો અને પાકિસ્તાન થી માલ મોકલનાર ઝાહીદ બશીર બ્લોચ જે બે શખ્સો ની ધરપકડ હજી બાકી છે.અને વધુ તપાસ માટે ATS દ્વારા રિમાન્ડ ની માંગણી કરતા મુદા ઓ માં આ ડ્રગ્સ પાકિસ્તાન થી સીધું ઝીંઝુડા આવ્યું હતું કે સલાયા થી ઝીંઝુડા લવાયું હતું તો કઈ રીતે ડ્રગ્સ ઝીંઝુડા લઈ આવ્યા હતા ફરાર બે શખસો હાલ માં ક્યાં છે અને દુબઈ માં આ આરોપીઓ અવાર નવાર કોને મળવા જાય છે તથા માલ નું વેચાણ કરી ને પૈસા ની ચુકવણી કઈ રીતે કરે છે જેવી મોડ્સ ઓપરેન્ડી જાણવા અને હજી અનેક ચોંકાવનારા ખુલાસા ઓ થવાના હજી બાકી છે.અને હજુ ફરાર આરોપી ઇશા રાવ ,જોડીયા વાળા ની શોધખોળ ચાલુ છે.
જેથી એટીએસ દ્વારા આજે મોરબી નારકોટિક્સ સ્પેશ્યલ કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામા આવ્યા હતા.અને ATS દવારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં સ્પેશ્યલ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી.ઓઝા દ્વારા આરોપીઓ ના તારીખ 28-11-2021 સુધી 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા છે.