મોરબી જિલ્લાના અવિરત વિકાસ કાર્યોની વણજાર યથાવત રહી છે ત્યારે આજે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે સો-ઓરડી ખાતે રોડ રસ્તાના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતુ.
મોરબીના સો ઓરડી વિસ્તાર ખાતે તાજેતરમાં શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રોડ-રસ્તાના ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા હસ્તકની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર રોડ-રસ્તાના ખાતમૂહુર્ત પ્રસંગે બ્રિજેશભાઇ મેરજાએ સ્થાનિક બાળાઓને આગળ કરીને તેમના હસ્તે ખાતમૂહુર્ત કરાવીને બાળાઓનું સન્માન કર્યું હતું.
આ ખાતમૂહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક નગરપાલિકાના સદસ્ય મનુભાઇ બરાસરા તેમજ અગ્રણીઓ સુરેશભાઇ સિરોયા, કે.કે. પરમાર સહિત સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.