મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતી એકવીસ વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થવા પામ્યું છે.
મહેન્દ્રનગરના વણકર વાસમાં રહેતી દયાબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.૨૧) અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. જે અંગે મોરબી સીટી બી પોલીસ સ્ટાફને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.