મોરબી તાલુકાના બહાદુરગઢ ગામેં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બહાદુરગઢ ગામેંની વાડી વિસ્તારમાં રહેતી સાયકુબેન ભયુભાઇ ભાયલા (ઉ.વ.૨૫) એ પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે અંગે પરિવારજનોને જાણ થતાં તત્કાલિક સારવાર અર્થે ખસેડવા આવી હતી. મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ સાયકુબેન હાલ સંપુર્ણ ભાનમાં હોવાનું મોરબી તાલુકા પોલીસ સમક્ષ જાહેર થયું છે.