હળવદમાં ઠંડીના જામતા માહોલને પગલે તસ્કરો પણ સક્રિય બન્યા છે. ત્યારે હળવદના સરા રોડ પર આવેલ ઓમ સેલ્સ એજન્સીને નિશાન બનાવી તસ્કરો 30 હજારની રોકડ ઉસેડી ગયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેને પગલે પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શિયાળામાં હાડ થીજવતી ઠંડીમાં લોકોની અવરજવર ઓછી હોવાથી તસ્કરો બેફામ બનતા હોય છે ત્યારે આજે હળવદ શહેરના સરા રોડ પર આવેલ ઓમ સેલ્સ એજન્સીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. દુકાનના તાળા તોડી અંદર પ્રવેશેલા ઈસમો ૩૦ થી ૩૫ હજાર રોકડા રૂપિયાની ચોરી કરી હવામાં ઓગળી ગયા હતા બાદમાં આ અંગે વેપારીને જાણ થતાં તેઓએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કરો કેમેરામાં કેદ થયા હતા.
આ ધટનાની હળવદ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યાં તપાસનો ધમધમાટ આદરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.