મોરબી જિલ્લામાં અપમૃત્યુનો આજે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં વાંકાનેરના વીસી પરા સ્ટેશનની બાજુમા રહેતા યુવાનનું નાકમાથી લોહી નીકળતા મોત નીપજ્યું હતું.
વીસી પરા સ્ટેશનની બાજુમા રહેતા શંકરભાઇ હકાભાઇ કુજવાડીયા (ઉ.વ.૩૨)ને પોતાના ઘરે અચાનક કોઇ કારણોસર નાકમાથી લોહી નીકળવા માંડ્યું હતું જે બંધ ન થતા શંકારભાઈનું મોત નીપજ્યું હતું જેની તપાસ અર્થે મૃતદેહને હોસ્પિટલ ખસેડતા વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.