Monday, October 12, 2026
HomeGujaratમોરબી જીલ્લા કલેક્ટરે મતદારયાદી સુધારણા ઝુંબેશ કામગીરીની સમીક્ષા કરી

મોરબી જીલ્લા કલેક્ટરે મતદારયાદી સુધારણા ઝુંબેશ કામગીરીની સમીક્ષા કરી

જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના ટંકારા અને પડધરી તાલુકાનાં વિવિધ ગામોમાં મતદાન મથકોની મુલાકાત લઈ મતદારયાદી સુધારણા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં ૧૮થી ૧૯ વર્ષના યુવાનો સહિત પાત્ર નાગરિકોની નોંધણી અને મતદારયાદીમાં વિગતોના સુધારા પારદર્શક રીતે થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ અંતર્ગત જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ટંકારા અને પડધરી તાલુકાનાં ગામોમાં બૂથ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી હતી. ખાસ કરીને પાત્ર નાગરિકો તેમજ ૧૮થી ૧૯ વર્ષના યુવાનોના મતદાર તરીકે નામ નોંધણી કરવા અને મતદારયાદીમાં નામ કે અન્ય વિગતોમાં જરૂરી સુધારા-વધારા કરવાની કામગીરી પર ભાર મૂક્યો હતો. આ કામગીરી પારદર્શક અને નિયમોનુસાર થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!