મોરબી એલસીબીએ રેલવે સ્ટેશન રોડ પર વરલીના આંકડા લઈ જુગાર રમતા બે શખ્સોને રૂપિયા વિસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ પ્રકરણમા અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સુપર ટોકીઝ ઓમ કોમ્પ્લેક્ષમાં ડીલક્ષ પાન પાસે જુગારની બાતમીને આધારે પોલીસે રેઇડ કરી હતી જે દરમીયાન જાહેરમાં બે ઇસમો મોબાઇલ ફોનથી અન્ય સાથે ફોનમાં વાતચીત કરી વર્લીફીચરના આંકડાનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે મનસુખભાઇ દેવકરણભાઇ ખાંધર (ઉ.વ.૩૭) અને વિક્રમ રમેશભાઇ પરસાડીયા (ઉ.વ ૩૦)બન્ને આરોપીઓના કબ્જામાંથી વર્લીના આંકડા લખેલ સાહીત્ય બોલપેન, ડાયરી તથા રોકડા રૂપીયા -૧૦,૯૦૦, બે મોબાઇલ કી.રૂ. ૧૦,૦૦૦ સહિત કી.રૂ. ૨૦,૯૦૦ કબ્જે કર્યો હતો. આ પ્રકરણમાં અન્ય એક આરોપી મનોજભાઇ ભગત ભરવાડ રહે.રાજકોટ કરણપરાવાળાનું નામ ખુલતા પોલીસે આ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.