હળવદ તાલુકાના ભલગામડા થી ઘનશ્યામપુર જોડતા માર્ગ પર બાઈક સાથે રોડની સાઈડ પર ઉભેલા ઘનશ્યામપુર ગામના રહેવાસી મામા અને ભાણેજને અડફેટે લઇ કારચલકે ઇજા પહોંચાડી હતી.બાદમાં કારમાં હથિયાર હોવાનું માલુમ પડતા આ અંગે હળવદ પોલીસે મથકમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે
ઘનશ્યામપુર ગામે રહેતા ડાયાભાઇ સબળસંગભાઇ સોલંકી અને તેના ભાણેજ ભલગામડા ગામથી ઘનશ્યામપુર તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન તે રોડ ઉપર ઉભા હતા ત્યારે ઓરેન્જ કલરની મોટર કાર રજી.નં GJ 06 JQ 1455ના ચાલક પ્રતાપભાઇ કનુભાઇ પઢીયાર રહે.પાંડાતીરથએ ફુલસ્પિડમાં કાર ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ડીલક્ષ મો.સા જેના રજી.નં GJ 36 AA 7128 સાથે ભટકાડતા અકસ્માત સર્જાયો હતો જેમાં મામા ભણેજને જમીન ઉપર પછાડી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ કારમાં હથિયાર હોઇ જે કાર આરોપી પ્રતાપે આરોપી અનીલભાઇ વજાભાઇ કોળી અને મુન્નાભાઇ દેવાભાઇ કોળીને આપ્યાનું માલુમ પડતા ડાયાભાઈ સોલંકીએ હળવદ પોલીસમાં જાણ કરી હતી જેને લઈને પોલીસે પ્રતાપભાઇ કનુભાઇ પઢીયાર રહે.પાંડાતીરથ તા.હળવદ, અનીલભાઇ વજાભાઇ કોળી રહે.દીઘડીયા તા.હળવદ અને મુન્નાભાઇ દેવાભાઇ કોળી રહે.દીઘડીયા તા.હળવદને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.