સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મેહતા, મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય એન.એન.ભટ્ટ, બાબુભાઈ રાજગોર દ્વારા યોજાયેલ મિટિંગમાં મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
સમાજના હિતના કામ માટે મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા સર્વ સંમતિ સાથે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ઉપ પ્રમુખ પી.વી.પંડ્યા, જગદીશભાઈ ઓઝા, દિનેશભાઈ પંડ્યા, સહમંત્રી તરીકે મહેશભાઈ ભટ્ટ, મિહિરભાઈ રાવલ, હળવદ આનંદભાઈ જોશી, કોષાઅધ્યક્ષ તરીકે દિપકભાઈ ચાઉ તેમજ જીલ્લા યુવા પ્રમુખ તરીકે અમિતભાઈ ભટ્ટ, વાંકાનેર મીડિયા ઇન્ચાર્જ તરીકે મુકેશભાઈ પંડ્યા, સહ ઇન્ચાર્જ તરીકે ભાસ્કર મુકુંદરાય જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મોરબી જીલ્લા, તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી છે.જેમાં મોરબી તાલુકા પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ, માળિયા તાલુકા પ્રમુખ વીનુંભાઈ ભટ્ટ, ટંકારા તાલુકા પ્રમુખ ગિરીશભાઈ પંડ્યા, હળવદ તાલુકા પ્રમુખ હરેશભાઈ મેહતા, અને વાંકાનરે તાલુકા પ્રમુખ તરીકે અશોક ભાઈ સૂબળની વરણી કરવામાં આવી છે. વધુમાં મોરબી જીલ્લા મહિલા પ્રમુખના હોદા પર કિરણબેન ઠાકર, મહામંત્રી તરીકે પારુલબેન ત્રિવેદી, ઉપ પ્રમુખ પદે મમતાબેન રાવલ, ચેતનાબેન જોશી, દર્શનાબેન ભટ્ટ, સહમંત્રી તરીકે ગીતાબેન ગામોટ અને મનીષાબેન શર્મા, રિદ્ધિબેન ત્રિવેદીની નિમણુંક તેમજ 15 કારોબારી સભ્યની વરણી કરવામાં આવી છે.
આ તકે જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના તમામ નવ નિયુક્ત હોદેદારોને બ્રહ્મસમાજના આગેવાનોએ અભિનંદન પાઠવી વરણીને વધાવી હતી. આગામી તા.5.12.21 ને રવિવારના રોજ પરશુરામ ધામ, નવલખી રોડ, મોરબી ખાતે સાંજે 4.30 વાગ્યે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ઓઝા અને મહામંત્રી ચિંતન ભટ્ટ દ્વારા જણાવાયું છે.