મોરબીના લીલાપર રોડ પર યદુનંદન ગૌશાળા માં રહેતા મહેશભાઈ ઈન્દુભાઈ વસાણી (રહે ગૌશાળા, લીલાપર રોડ,મોરબી) વાળા ગૌશાળા માં કામ કરતી વેળા એ અચાનક કોઈ કારણોસર બેભાન થઈ ને પડી જતા બેભાન હાલતમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નીવડતા તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના ડોકટર એ જણાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી .