મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોરબી પરશુરામ ધામ ખાતે ગઈ કાલે તા. ૦૫ ના રોજ પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના તમામ હોદેદારોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જિલ્લા ના વિવિધ પાંખના નવનિયુક્ત હોદેદારોની નિમણૂક કરાયા બાદ પ્રથમ બેઠક મળી હતી જેમાં નિમાયેલા હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પરિચય સભા યોજાઈ હતી. આ પરિચય-સન્માન સભા માં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી બ્રહ્મસમાજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ સન્માન સમારોહમાં પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ કિરણબેન ઠાકર, મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા વિવિધ હોદેદારોની વરણીને આવકારવામાં આવી હતી અને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત નવનિયુક્ત હોદેદારો અને અગ્રણીઓ દ્વારા મંતવ્યો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ આગામી દિવસોમાં આવનાર સરકારી નોકરીઓ માટે જરૂરી માર્ગદર્શન આપવા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.અને સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા બ્રહ્મસમાજ ના લોકો ને મદદરૂપ થઇ શકે એ માટે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.