મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ પર પાનની દુકાન નજીક ક્રિકેટનો સટ્ટો રમતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો જેની તપાસ દરમિયાન અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ કોહીનુર પાનના ઓટા પર બેસી ક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીકેશન પર મેલબોર્ન સ્ટાર તથા સીડની થંડર ની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા આરોપી રાજેશભાઈ રતીલાલ રાવલ (ઉ.વ.૩૮ રહે.વાવડી રોડ સુમતીનાથ સોસાયટી ગેઈટ, મોરબી)ને ઝડપી લીધો હતો જેની પૂછપરછ દરમિયાન આરોપી ધર્મેશ પટેલ (રહે.રવાપર રોડ મોરબી) સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમતાનું ખુલતા પોલીસે રોકડા રૂ.૧૮૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૬૮૦૦ના મુદામાલ સાથે રાજેશભાઈને ઝડપી લીધો હતો જ્યારે આરોપી ધર્મેશને દબોચી લેવા તપાસનો ધમધામટ શરૂ કર્યો છે.