મોરબી જિલ્લામાં આજે વધુ બે અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે જેમાં મોરબી પંથકમાં ઇલેકટ્રીક શોક લાગતા યુવાનનું મોત અને વાંકાનેર પંથકમાં પુલ નીચે પડી જતા અજાણ્યાં પુરુષનુ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
અપમૃત્યુના બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા નજીક આવેલ હરી કૃપા પેપરમીલમાં ઇલેકટ્રીક શોક લાગતા રાજાભાઈ સોમલાલ યાદવ (ઉ.વ.૨૫)નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેની જાણ થતાં મૃતદેહને કાર્યવાહી અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ એક બનાવમાં વાંકાનેર તાલુકાના મહિકા ગામેં આવેલ નદીના બેઠા પુલ નીચે પડી જતા આશરે 45 વર્ષીય અજાણ્યાં પુરુષને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અલ્તાફભાઇ મામદભાઇ સમાએ વાંકાનેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કર્યાવહી હાથ ધરી હતી.