ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં સ્વયંભુ પ્રગટ દેવાધીદેવ મહાદેવ જ્યોર્તિલીંગ છે, આ પૌરાણીક કાશીવિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું ભગીરથ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા કરવામા આવ્યુ છે. જે અંતર્ગત તા.13 ડિસેમ્બરના રોજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં કાશી વિશ્વનાથના જીર્ણોદ્ધારના સપનાને સાકાર કરવામાં આવશે. આ તબ્બકે આ ઐતિહાસિક દિવસને ભારતના તમામ શહેર જિલ્લાઓમાં ઉજવવામાં આવશે.’ભવ્ય કાશી દિવ્ય કાશી’ નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા શહેર ના રવાપર રોડ પર આવેલ નરસંગ મંદિર ખાતે તા. 13 ને સોમવારે બાઈક રેલી અને કળશ યાત્રાનું આયોજન કરાયું છે. સોમવારે સવારે મોરબી ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઈક રેલી અને મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા યોજાશે.
આ આયોજન સંદર્ભે તા. 12/12 ને સાંજે 5:00 કલાકે મોરબી શહેર સંગઠન પરિવાર તેમજ મોરબી નગરપાલિકાના કાઉન્સિલર ઓ તેમજ કાર્યકરોએ નરસંગ ટેકરી, રવાપર રોડના મંદિર ખાતે ઉપસ્થિત રહેવા તથા 13/12/ના રોજ સવારે 9:00 કલાકે કળશ યાત્રામાં મોરબી શહેર ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના કાઉન્સિલરોએ બાપા સીતારામ ચોક રવાપર રોડ પર હાજર રહેવા મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મંત્રી રીસીપભાઈ કૈલા,
ભાવેશ કણજારીયા સહિતનાઓએ અનુરોધ કર્યો છે.