મોરબી શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક ની લાગણી ફેલાઇ છે.
કાલીકા પ્લોટ ખાતે રહેતા શાહરૂખ રહીમભાઇ પલેજા નામના ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે ગળોફાસો ખાઇ આપઘાતનો પ્રયાશ કર્યો હતો. જેની પરિવારજનોને જાણ થતા તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ બાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.