Tuesday, November 19, 2024
HomeGujaratઢુવા ગામે ઠંડીથી બચવા કરેલ તાપણાએ જીવ લીધો: ચીંગારી સાડીના છેડાને સ્પર્શી...

ઢુવા ગામે ઠંડીથી બચવા કરેલ તાપણાએ જીવ લીધો: ચીંગારી સાડીના છેડાને સ્પર્શી જતા દાઝેલ મહિલાનું સારવારમાં મોત

મોરબી : હાલ રાજ્યભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીની વ્યાપક અસર જનજીવન પર પડી છે. ત્યારે આ કડકડતી ઠંડીથી બચવા માટે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે કરેલ તાપણાએ એક મહિલાનો ભોગ લીધો છે. અકસ્માતે તાપણાની ચીંગારી મહિલાના સાડીના છેડાને સ્પર્શી જતા દાઝી ગયેલ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત મુજબ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુવા ગામે સન આર્ટ સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતી સુકોતીબેન સુભાશભાઇ બહેરા નામની મહિલા તા.૧૨/૧૨/૨૦૨૧ ના રોજ રાત્રે સાડા અગયારેક વાગ્યે પોતાના ઘર પાસે તાપણું કરી તાપતી હતી ત્યારે પાછળથીને ઉભા થતા આગની ચીંગારી તેણીના સાડીના છેડાને સ્પર્શી ગઈ હતી. જેમાં સાડીમાં લાગેલી આગ શરીર સુધી પહોંચતા તેણીની સખત રીતે દાઝી ગઈ હતી. દરમિયાન તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!