અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ મોરબી દ્વારા એલ.ઇ.પોલીટેકનિક કોલેજ ખાતે પીવાના પાણી તેમજ શિક્ષણના પ્રશ્નોને લઈ કોલેજના પ્રિન્સીપાલને રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબીની એલ.ઇ. ગર્વમેન્ટ પોલીટેકનિક કોલેજ ઘૂંટુ ખાતે વિધાર્થીઓને છેલ્લા બે વર્ષોથી પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી પડી રહી છે. ઉપરાંત સેમ.1ના અંગ્રેજી વિષય ના પ્રાધ્યાપક પણ છેલ્લા એક મહિનાથી નથી. અવાર નવાર રજૂઆત છતાં પાણીના પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાના વિદ્યાથીના હિતને ધ્યાનમાં રાખી પ્રિન્સિપાલને માંગ કરવામાં આવી કે”જળ એ જ જીવન છે” વિધાર્થીઓને પીવાનું પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે તે વિધાર્થીઓ ને સારું પાણી મળી રહે તેમજ ટુંક જ સમયમાં અમારી આ માંગ ને પૂર્ણ કરવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી મોરબી અખિલ ભારતીય વિદ્યાથી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.