મોરબીમાં વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના જીઆઇડીસી નજીકની આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધની હત્યા નિપજાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને લાશનો કબ્જો સંભાળી હત્યા પાછળનું કારણ જાણવા તપાસનો ધમઘમાટ શરૂ કર્યો છે.
મોરબીના શનાળા રોડ પરર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલાલ મહેતા (ઉ.વ.76) નામના વૃદ્ધની આજે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં તેમના ઘર નજીકથી લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી જ્યાં પ્રાથમિક તપાસમાં જાહેર થયા પ્રમાણે મૃતક દિનેશભાઇના પત્ની અને પુત્ર તેમજ બે દીકરી- જમાઈ સહિતનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગોવા ગયો હતો.
પરિવારના સભ્યો ઘરે હાજર ન હોવાથી દિનેશભાઇ પોતાના ઘરે એકલા રહેતા હતા આ દરમિયાન ગત સાંજના સમયે વૃદ્ધને અજાણ્યાં શખ્સોએ માથામાં તેમજ પાછળના ભાગે અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવી હતી. આ બનાવ બાદ મૃતકન પાડોશી કૌટુંબિક મહિલા તેમના ઘરે નાસ્તો આપવા માટે ગયા હતા ત્યારે હત્યા અંગેની જાણ થતાં તેઓ ચૌકી ઉઠ્યા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. જેને વૃદ્ધની હત્યા થયાનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે જાણ થતા મૃતકનો પરિવાર પણ આજે ગોવાથી પરત આવ્યો હતો અને હત્યાની શંકાને પગલે ફોરેન્સિક પીએમની તજવીજ હાથ ધરાઈ છે.