હળવદ શહેરના ઇગોરાળા રોડ પર આવેલ ખેતીની જમીનમાં આરોપીએ આશરે 27 વર્ષથી ગેરકાયદે કબ્જો જમાવી લેતા મૂળ માલિકે હળવદ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
હળવદ ગામની સીમમાં આવેલ રમેશભાઇ ત્રીભોવનભાઇ લકુમ (ઉ.વ.૪૩ રહે.માધાપરા હળવદ)ની સર્વે નંબર ૩૨૮/પૈકી-૧ ક્ષેત્રફલ ૧-૩૧-૫૨ હે.આર.ચો મીટર જમીન હડપ કરી જવાના ઇરાદે આરોપી વિઠલભાઇ ડાયાભાઇ કોળી (રહે.હળવદ રેલ્વે સ્ટેશન રોડ તા-હળવદ)એ 27 વર્ષથી કબ્જો કરી જમાવી લીધો હતો. જેથી જમીનના મુળ મલિક રમેશભાઈએ દબાણખોર આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.