હળવદ શહેરમાં આવેલ પોલીસ લાઈન વિસ્તારમાં નગર પાલીકા હસ્તગતની જમીનમાં ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈ દ્વારા ગેરકાયદેસર કબજો કરી જમીન ખરીદ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ જગ્યા તેઓની માલીકીની છે તેમ દર્શાવી હળવદ ન્યાય કોર્ટમાં સીવીલ દાવો દાખલ કરવામાં આવેલ હતો.
ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈ દ્વારા એપેલેન્ટ કોર્ટ મોરબીમાં પણ આ જમીન બાબતે અપીલ કરી હતી અને અપીલ કેસની હળવદ નગરપાલીકાને સમન્સ કરવામાં આવતા નગરપાલીકા એડવોકેટ દ્વારા અરજી ના વાંધા જવાબ રજુ કરેલ હતા . જે બાદ ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈના એડવોકેટ દવારા લેખીત તેમજ મોખીક દલીલ રજુ કરેલ અને હળવદ નગર પાલીકા લિગલ એડવાઈઝેર વિશાલ રાવલ દ્વારા દલીલ કરતા આ કામના અરજદાર ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈની અરજી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે નામંજુર કરી હતી.