Monday, November 25, 2024
HomeNewsજીપીએસસીની પરીક્ષામાં મોરબીમા અડધાથી વધુ ઉમેદવારો રહ્યા ઘેરહાજર: 45 ટકા હાજરી વચ્ચે...

જીપીએસસીની પરીક્ષામાં મોરબીમા અડધાથી વધુ ઉમેદવારો રહ્યા ઘેરહાજર: 45 ટકા હાજરી વચ્ચે યોજાઈ પરીક્ષા

રાજયભરમાં જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ટુની જુદી જુદી જગ્યાઓ આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં અડધાથી પણ વધુ ઉમેદવારો ગેરહાજર રહતા હતા. 45 ટકા જેટલા ઉમેદવારોની હાજરીમાં શાંતિ પૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત રાજ્યભરમાં આજે જીપીએસસી પરીક્ષાનું આયોજન કરાયું છે. વર્ગ એક અને બે ની અગલ અલગ જગ્યાઓ માટે આજે મોરબીની 9 શાળાઓમાં 974 ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. સવાર અને બપોર બાદ એમ બે તબક્કામાં ઉમેદવારો બે પેપરની પરીક્ષા યોજાઇ હતી.મોરબીમા નોંધાયેલ 2130 ઉમેદવારોમાંથી 1156 ઉમેદવારોએ પરીક્ષા આપવાનું માંડી વળ્યું હતું જ્યારે 45 ટકા જેટલા એટલે કે 974 ઉમેદવારોએ પરિક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસદગી મંડળના પેપર લીક બાદ પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હોવાથી આ પરીક્ષામાં કોઈ ગેર રીતી ન થાય તે માટે પુરતી તકેદારી લેવામાં આવી હતી અને દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!