હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબીના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝરમર વરસાદ, સુસવાટા મારતા પવન,ગાઢ ધુમ્મ્સ અને હાડ થીજવતી ઠંડી વચ્ચે મોરબી જાણે હિલ સ્ટેશન બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોરબી, જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોરબીમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મ્સ અને ઠંડી સાથે ઝરમર ઝરમર વરસાદી પડી રહ્યો છે. જેને લઈને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. માવઠાથી શિયાનું પાકને મોટા પાયે નુકસાન અને ઝીરુનું જાણે શોથ વળી જાય તેવી ભીતિ હોવાથી જગતના તાતની ઉપર ઉપાધિના વાદળો ઘેરાયા છે. બીજી તરફ જિલ્લાભરમાં અનેક સ્થળોએ છૂટો છવાયો ઝરમર વરસાદ અને ઠંડા પવનો ફૂંકાતા પંથકમાં ટાઢુંળું ફેલાયું છે.