Tuesday, December 24, 2024
HomeGujaratહળવદના સુખપર નજીક હોટેલના પાર્કિંગમાં ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી

હળવદના સુખપર નજીક હોટેલના પાર્કિંગમાં ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી

હળવદ તાલુકાના સુખપર ગામના પાટિયા નજીક હાઇવે ઉપર આવેલ હોટેલના પાર્કિંગમાં રહેલા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.ડ્રાઇવરે બીડી સળગાવતા ડંમ્ફરમા આગ લાગી હતી આ અંગે જાણ થતાં ફાયરસ્ટાફ દોડી જઈ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ હાઇવે ઉપર સુખપુર ગામના પાટિયા નજીક આવેલી હોટલના પાર્કિંગમાં રહેલા ડમ્પરમાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો જેમાં ડમ્પરમાં બીડીના બંધાણી ડ્રાઇવરે બીડી પીવા માચીસ સળગાવતા ડંમ્ફરના કેબીનમા ગેશનો બાટલો હોવાથી બીડીનો તણલો બાટલા પર પડ્યો હતો.જેને લઈને વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતાની સાથે જ ડ્રાઇવર કુદકો મારી ઉતરી જતા સદનસીબે જાનહાની ટળી હતી. જોત જોતામાં આગે વિકરણ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટાના દ્રશ્યો સર્જાયા હતા. જે અંગે હળવદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો. ફાયર જવાનો મહામહેનતે આગ પર કાબુ મેળવે તે પહેલા ડમ્પર આગમાં ખાખ થઈ ગયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!