ટંકારા પોલીસ મથકના બે આરોપીઓની રાજકોટથી અટકાયત કરી વડોદરા અને જૂનાગઢની મધ્યસ્થ જેલમાં મોકલાયા.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ટંકારા પોલીસની પાસા દરખાસ્તને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપવામાં આવતાં રાજકોટના બે શખ્સો સામે પાસા વોરંટ ઇશ્યૂ કરાયા હતા. પોલીસે બંનેની અટકાયત કરી જેલહવાલે કર્યા છે.
ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા મચ્છાભાઈ પરબતભાઈ વરૂ ઉવ.૨૬ રહે.કાલાવડ રોડ કોટેચા ચોક રાજકોટ અને મોમભાઈ કરમણભાઈ વરૂ ઉવ.૩૬ રહે.૧૫૦ ફૂટ રિંગ રોડ એસ.આર.પી. કેમ્પ સામે રાજકોટ વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેએ બંને આરોપીઓ સામે પાસા વોરંટ ઇશ્યૂ કરતાં ટંકારા પોલીસની અલગ-અલગ ટીમોએ રાજકોટ ખાતેથી બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ એક આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ અને બીજા આરોપીને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.






