Sunday, November 22, 2026
HomeGujaratમાળીયાના ચિખલી રણ વિસ્તારમાં SMCનો દરોડો: રૂ. ૪.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત, બે...

માળીયાના ચિખલી રણ વિસ્તારમાં SMCનો દરોડો: રૂ. ૪.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સ વોન્ટેડ

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક (IPS) દ્વારા અપાયેલી સૂચનાના સંદર્ભે સ્ટેટ મોનીટરીંગની ટીમો સક્રિય રીતે કામગીરી કરી રહી છે.

- Advertisement -
- Advertisement -

તેના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.વી. ગળચર અને તેમની ટીમે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ચિખલી રણ વિસ્તારમાં રેઈડ પાડી હતી.આ દરોડા દરમિયાન ટીમે રૂ. ૧,૫૦,૦૦૦ની કિંમતનો ૭૫૦ લીટર દેશી દારૂ તથા રૂ. ૨,૩૫,૦૦૦ની કિંમતનો ૯,૪૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી કુલ રૂ. ૩,૮૫,૦૦૦નો દારૂ/વોશનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ ઉપરાંત રેઈડ સ્થળેથી ૩ મોટર પંખા, ૧ સોલર પ્લેટ, ડાયનેક્ષ કંપનીની ૧ બેટરી, ૧ ઈલેક્ટ્રિક મોટર, લાટાના ૩૫ બોક્ષ, દારૂ માપવાનું ૧ ડિગી મીટર, ૩ પ્લાસ્ટિકની પાઈપ, ૧ પાવર સપ્લાય બોક્ષ (સ્ટેબીલાઈઝર) તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૪,૧૨,૭૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ અંગે તા. ૨૨/૧૧/૨૦૨૬ના રોજ મોરબી જિલ્લાના માળીયા મીયાંણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે.જેમાં ચીખલી (તા. માળીયા, જિ. મોરબી)ના રહેવાસી કાસમ અબ્દુલ સામતાણી અને મોરબીના રહેવાસી શાહરૂખ ફિરોઝભાઈ પઠાણ એમ બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!