Sunday, November 22, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત

મોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત

મોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર બનાવોમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જેમાં મોરબી શહેરમાં લાતી પ્લોટ વિસ્તારમાં ઓટલા પરથી નીચે પટકાતા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે લખધીરપુર રોડ પર સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતા ૧૯ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બીજી તરફ વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ૨૬ વર્ષીય યુવકનું ઝેરી દવા પીવાથી મોત થયું હતું. જ્યારે હળવદના કોયબા ગામની સીમમાં મગફળી સાફ કરવાના થ્રેશર મશીનની કામગીરી દરમિયાન ટ્રેક્ટરની લિફ્ટ અને મશીન વચ્ચે માથું આવી જતાં ૩૬ વર્ષીય ખેડૂતનું ગંભીર ઇજાઓથી મોત થયું હતું. ચારેય બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતી પ્લોટમાં ઓટલા પરથી પટકાતા શ્રમિકનું મોત

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૬ના ખૂણે આવેલી ખોડિયાર પાનની દુકાનના ઓટલા પરથી ગત તા.૧૮/૧૧/૨૦૨૬ના રોજ સંદીપ ઉર્ફે સોમો રમેશભાઈ પીપળીયા ઉવ.૩૫ રહે.ત્રાજપર ખારી મોરબી વાળા નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.

લખધીરપુર રોડ પર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના લખધીરપુર રોડ પર આવેલા મેટ્રો સ્ટાર સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતા મુકેશકુમાર રાજકુમાર ઉવ.૧૯, રહે.મેટ્રો સ્ટાર સિરામિક લેબર ક્વાર્ટર લખધીરપુર રોડ તા.જી. મોરબી વાળાએ ગઈકાલ તા.૨૧/૧૧/૨૦૨૬ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ઝેરી દવા પી યુવકનું મોત

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં આવેલી વાડીમાં સંજયભાઈ બીજલભાઈ સરવૈયા ઉવ.૨૬ હાલ રહે. તરકીયા ગામની સીમમાં આવેલી વાડી તા. વાંકાનેર મૂળ રહે.નાળિયેરી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાએ ગત તા. ૧૧/૧૧/૨૦૨૬ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે મોરબીની મંગલમ હોસ્પિટલના તબીબ દ્વારા જાણ કરવામાં આવતાં વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

હળવદના કોયબા ગામે થ્રેશર મશીનની કામગીરી દરમિયાન ખેડૂતનું મોત

હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં મેહુલભાઈની નિયોડ સીમ તરીકે ઓળખાતી વાડીએ મગફળી સાફ કરવાના થ્રેશર મશીનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગત તા.૨૦/૧૧ના રોજ મહેશભાઈ જાલુભાઈ ચૌહાણ ઉવ.૩૬ રહે. કોયબા ગામ તા. હળવદ વાળા પોતાના મિત્રના ટ્રેક્ટર સાથે થ્રેશર મશીન જોડીને મગફળી સાફ કરી રહ્યા હતા. દરમિયાન મશીનનું સેટિંગ કરતી વખતે અચાનક ટ્રેક્ટરની લિફ્ટ ઊંચી થતાં તેમનું માથું થ્રેશર અને ટ્રેક્ટરની પેટી વચ્ચે આવી ગયું હતું. જેથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ નોંધી આગળની ઘટિત કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!