Monday, November 25, 2024
HomeGujaratમકરસંક્રાંતિ નિમિતે સલામતી જાળવવા મોરબી પીજીવીસીએલ દ્વારા તાકીદ કરાઈ

મકરસંક્રાંતિ નિમિતે સલામતી જાળવવા મોરબી પીજીવીસીએલ દ્વારા તાકીદ કરાઈ

મકરસંક્રાંતિ પર્વ ઉપર સલામતી જાળવવા અંગે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડની મોરબી કચેરીના અધિક્ષક ઇજનેર વી.એલ ડોબરીયા દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

વધુમાં તેઓએ જણાવ્યું કે પતંગનો માંજો બનાવતી વખતે વીજવાહક પદાર્થ ન વાપરવો તથા પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવતી અને વીજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો બાળકો ન ચગાવે તેનું ધ્યાન રાખાવું જોઈએ. તેમજ બાળકો, પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજથાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહિ, પતંગને વીજથાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખીએ. પતંગ ચલાવતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધયાન રાખીએ કેમ કે મેગ્નેટીક ટેપ વીજવાહક હોવાથી વીજવાયરને અડકે તો બાળકને વીજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે નજીકમાંથી પસાર થતી વીજલાઇનનાં સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખીએ.

વીજવાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બામ્બુ કેલોખંડના સળીયા અથવા અન્ય કોઇપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરેતેની તકેદારી રાખીએ તેમજ ચાઇનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાયેલો હોય છે, તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ઘ્યાન રાખીએ. તથા રાત્રીના અંધારામાં ફાનસ ગુબારો વીજવાયરોમાં ન ફસાય તે અંગે કાળજી લેવી તેવી તાકીદ અધિક્ષક ઇજનેર વી.એલ ડોબરીયા દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!