Monday, April 29, 2024
HomeGujaratસરખેજ પંથકમાં બાઈકચોરીને અંજામ આપી ફરાર શખ્સ ટંકારામાંથી ઝડપાયો

સરખેજ પંથકમાં બાઈકચોરીને અંજામ આપી ફરાર શખ્સ ટંકારામાંથી ઝડપાયો

અમદવાદ શહેરના સરખેજ વિસ્તારમાંથી બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપી ફરાર શખ્સને ટંકારા પોલીસે લાતીપર ચોકડી નજીકથી દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના આઇપીસી કલમ ૩૭૯,૧૧૪ મુજબ (વાહન ચોરી)ના ગુન્હાનો આરોપી રાજુ હરીલાલભાઇ સારેસા (ઉવ.૨૨ ધંધો મજુરી રહે ગામ હિરાપર તા ટંકારા જી મોરબી) લતીપર ચોકડી નજીક હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલિસ તાત્કાલિક લતીપર ચોકડી નજીક દોડી ગઈ હતી જ્યા આરોપી રાજુ હરીલાલભાઇ સારેસા નામનો શખ્સ પકડાઈ જતા પોલીસે ટંકારા પોલીસે સ્ટેશન લઈ જઈ આ આરોપી બાબતે સરખેજ પોલિસ સ્ટેશને જાણ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!