આજ રોજ સ્વામી વિવેકાનન્દ જી ની જન્મ જયંતિ હોવાથી સમગ્ર ભારત માં યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.યુવા પેઢી ને પ્રેરણા આપનાર સ્વામી વિવેકાનંદ જી નો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતા માં થયો હતો .જેને અનુલક્ષીને આજે યુવાઓ ના પ્રેરણા સ્રોત એવા સ્વામી વિવેકાનંદ જી ની 160 મી જન્મજયંતી નિમિતે સમગ્ર ભારત માં અલગ અલગ સંગઠનો દ્વારા સ્વામીવિવેકાનન્દ જી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જેમાં આજે મોરબી માં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેર ના દરબારગઢ ખાતે આવેલ સ્વામી વિવેકાનન્દ જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.