મોરબી નગરપાલિકાના મહેન્દ્રપરા મેઈન રોડના કામમા ગેરરીતિની રાવ સાથે જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ છે.
જેમાં જણાવ્યા અનુસાર મોરબી નગર પાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રપરાના મેઈનરોડનું કામ થોડા સમય પહેલા જ હાથ ધરવામાં આવ્યું હતું.આ રોડ બનાવ્યા ને થોડા સમય વીત્યા બાદ હાલ રોડમાં અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે. તંત્ર દ્વારા લોટ પાણીને લાકડાની માફક કામગીરી કરવામાં આવી હોવાથી રોડની હાલત હાલ ખખડધજ બની છે. આથી પ્રજાના નાણાનો વ્યવ થતો હોવા છતાં જવાબદારો સામે પગલાં લેવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ રોડ ફરી નવો બનાવવા મા આવે તેમજ ગેરરીતિમાં જવાબદારો સામે ઊંડી તપાસ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે. આગામી સમયમાં આ દિશામાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના કાન્તિલાલ ડી.બાવરવાએ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.